નવસારી: દક્ષિણ ગુજરાતમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે અસરગ્રસ્ત ખાસ કરીને નવસારી જિલ્લાના જરૂરતમંદ લોકોને ૨૦૦ જેટલી કિટ્સનું સહાય કરવા ગાંધીનગર ઢોડિયા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પહેલ કરવામાં આવી છે.

આ સેવાકાર્ય માટે દાતાઓએ ટ્રસ્ટમાં ઉદાર હાથે દાન કર્યું છે. જે ટ્રસ્ટ દ્વારા નવસારી જિલ્લાના ઝરી, વાંદરવેલા, સારવણી, હરણગામ, બામણવાડા, દોણજા ગામે ૨૦૦ જેટલી અનાજની કિટ્સ જેમાં ચોખા, દાળ, તેલ, હળદર, મીઠું મરચું, ખાંડ, ચા નું અસરગ્રસ્તોને વિતરણ કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત પ્રાથમિક ઉપચાર માટે દવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.

આ ભગીરથ કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી અરવિંદભાઈ સાથે કલ્પેશ પટેલ, દિપકભાઈ પટેલ, સુનીલભાઈ પટેલ, ગિરિશભાઈ પટેલ, વિવેકભાઈ પટેલ, જીગ્નેશભાઈ પટેલ કૌશિકભાઈ પટેલ, પીન્ટુભાઈ પટેલ વગેરે આ સેવાકાર્યમાં જોડાયા હતા.