ડાંગ: આજરોજ ડાંગ જીલ્લા ખાતે આમ આદમી પાર્ટી વલસાડ લોકસભા જોઈન્ટ સેક્રેટરી મનીષભાઈ મારકણા દ્વારા ડાંગ જીલ્લા પાર- તાપી-નર્મદા લિંક યોજના, લેપર્ડ સફારીપાર્ક, ટાઇગર પાર્ક, પૂર્ણા અભિયારણ ઇકો સેન્સિટિવ ઝોન અને કોરીડોર બાબતે અધિક કલેક્ટર સાહેબ મારફતે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી. ભારત સરકારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવેલ અને બંધારણીય ખુલાસો કરવાની માંગ કરવામાં આવે છે.
સવાલોમાં જોઈએ તો..
(૧) અનુસુચિત વિસ્તારોના રાજ્યનાં મહામહિમ રાજ્યપાલશ્રી તેમજ ભારત દેશનાં બંધારણીય વડા મહામહિમ રાષ્ટ્રપતિશ્રી સિવાય અન્ય વિભાગ, કે. વ્યક્તિ, કે, સંસ્થાને હસ્તક્ષેપ કરવાની સતા છે. કે, કેમ ?
(૨) ઉપરોક્ત ડાંગ જીલ્લામાં પાર – તાપી નર્મદા લિંક યોજના , લેપર્ડ સફારી પાર્ક , ટાઈગર પાર્ક , પુર્ણા અભિયારણ ઇકો સેન્સિટિવર્ઝન અને કોરિડોર નો કઈ તારીખનાં રોજ પ્રાથમિક સ્વેત પત્ર તેમજ રાજપત્ર જાહેર કરેલ છે. તેમાં આપ સાહેબશ્રીની પૂર્વ મંજુરી સંબંદિત મંત્રાલય અથવા વિભાગ મારફતે માંગવામાં આવેલ છે. કે, કેમ તેનો ખુલાશો કરશો.
(૩) સ્વેતપત્ર તેમજ રાજપત્ર બાદ તારીખનાં રોજ ડાંગ જીલ્લામાં પાર- તાપી નર્મદા લિંક યોજના લેપર્ડ સફારી પાર્ક, ટાઈગર પાર્ક, પુર્ણ અભિયારણ ઇકો સેન્સિટિવર્ઝન સેન્સિટિવજોન અને કોરિડોર માટે આખરી શ્વેતપત્ર તેમજ રાજપત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલ ત્યારે આપશ્રી દ્વારા આ આખરી જાહેરનામાને સમર્થન કરવા મંજૂરી આપવામાં આવેલ કે કેમ, તેનો ખુલાશો કરશો.
(૪) ડાંગ જીલ્લામાં પાર -તાપી નર્મદા લિંક યોજના લેપર્ડ સફારી પાર્ક , ટાઈગર પાર્ક , પુર્ણા અભિયારણ ઇકો સેન્સિટિવન્ઝેન અને કોરિડોર જાહેર કરવામાં આવેલ સ્વેતપત્ર તેમજ રાજપત્ર જાહેર કરતી વખતે ભારતીય બંધારણને ધ્યાનમાં રાખવામા આવેલ છે. કે, કેમ તેનો ખુલાશો કરશો
(૫) ડાંગ જીલ્લામાં પાર- તાપી નર્મદા લિંક યોજના લેપર્ડ સફારી પાર્ક , ટાઈગર પાર્ક, પુર્ણા અભિયારણ ઇકો સેન્સિટિવર્ઝન અને કોરિડોર જાહેર કરવામાં આવેલ છે, તે ૧૦૯ થી વધારે ગામો મહેસૂલી ગામામાં અને તેમાં રહેલ સર્વેનંબરની જમીન મૂળ માલિકની ગણાશે કે જંગલ ખાતાની ગણાશે તે બાબતે ખુલાશો કરશો અને તે ગામોમાં વસવાટ કરતાં લોકોને તેમની જમીનો ખેડવા દેવામાં આવશે કે કેમ ? આ બાબતે આગળની શું કાર્યવાહી રહશે તેનો ખુલાશો કરશો .
(૬) ઉપરોક્ત ડાંગ જીલ્લામાં પાર- તાપી નર્મદા લિંક યોજના લેપર્ડ સફારી પાર્ક, ટાઈગર પાર્ક, પુર્ણા અભિયારણ ઇકો સેન્સિટિવોન અને કોરિડોર જાહેર કરવામાં આવેલ વિસ્તારનાં લોકોને આવનાર ભવિષ્યમાં તેમના મૂળ જગ્યાએ જે વસવાટ કરી મૂળ વ્યવસાય ખેતી, રહેઠાણનાં ઘરો, વગેરે બાબતે લજેવી સ્વતંત્રતા છે તેવી રીતે સ્વતંત્ર રીતે ભોગવટો કરવા દેવામાં આવશે કે જંગલ ખાતું કે સરકાર તેમાં હસ્તક્ષેપ કરી સકશે કે પછી ગામના લોકોને ભવિષ્યમાં વિસ્થાપિત કરવામાં આવશે કે કેમ તેનો ખુલાશો કરશો ..
આવા પ્રોજેકટ ને તાત્કાલિક રદ કરવામાં આવે એવી આદિવાસી સમાજ તેમજ આમ આદમી પાર્ટી ડાંગની માંગ છે. જો આવા મહાકાય પ્રોજેકટ રદ કરવામાં નહીં આવે તો ઉમરગામ થી અબાજી સુધી આદિવાસી સમાજને સાથે રાખી ગાંધી ચીંધીય માર્ગે ઉગ્ર વિરોધ કરીશું અને આંદોલન પણ કરીશું.











