માંડવી: આજકાલ બધા જ વિસ્તારોમાં મોટાભાગના યુવાનો વ્યસનના ચડી ચૂકયા છે ત્યારે માંડવી તાલુકાની ખાઉધર ગલી વિસ્તારના સામાન્ય દુકાનદારે સિગારેટ તથા ગુટખાના વેચાણને તિલાંજલિ આપી યુવાધનને બચાવવાની પહેલ કરી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર માંડવી ખાઉઘર ગલીમાં ઠંડા પીણા અને પરચુરણ વસ્તુઓનું વેચાણ કરનાર સતિષભાઈ જણાવે છે કે પોતાની દુકાને ગુટકા સિગારેટ ખરીદવા આવતા સગીર વયના બાળકોને સમજાવી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જણાવી રવાના કરી દેતા હતો. પરંતુ દિન પ્રતિદિન આવા સગીર તથા યુવા વર્ગની સંખ્યામાં વધારો થતા સતિષભાઈને આ યુવાનોની ચિંતા થતા યુવાનોની તંદુરસ્તી માટે પોતાનું સામાજિક દાયિત્વ સમજી ગુટખા, સિગારેટના વેચાણ બંધ કરવાનું નિર્ણય લઈ લીધો છે. બસો,પાંચસો રૂપિયાના દરરોજના નફાનો વિચાર કર્યા વિના દેશના ભાવિ નાગરિક એવા યુવાનોની તંદુરસ્તી માટે નફાનું જાણે બલિદાન આપી દીધી છે
સતિષભાઈ કાયસ્થ સિઝનમાં ફટાકડાઓનું પણ વેચાણ કરતા હોય છે ત્યારે પણ ચાઈનીઝ ફટાકડાઓની કોઈપણ પ્રકારની આઈટમ ન વેચવા પ્રતિજ્ઞા લીધી છે. અને વર્ષોથી આ પ્રતિજ્ઞાનું પાલન કરી પોતાની રાષ્ટ્રભક્તિ પણ બતાવી રહ્યા છે આમ તંદુરસ્ત સમાજના તથા તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ સતિષભાઈની ભાવનાને સૌ બિરદાવી રહ્યા છે.

            
		








