ધરમપુર: ગઈકાલની રાત્રે ધરમપુરના કાકડકુવા ગામે 9 મી ઑગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની તૈયારીના ભાગરૂપે મિટિંગનું આયોજન ગામના યુવા અને વડીલ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમને સફળ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ વરસાદ હોવા છતાં પણ કાકડકુવા, વહિયાળ,અને તુંબી ગામના આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ અને ધરમપુર તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશ પટેલ પણ હાજર રહ્યા હતાં આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા 9 મી ઓગસ્ટ ના દિવસે રેલી ઓ લઇ ને 12:30 સુધી ધરમપુર વાવ બિરસામુંડા સર્કલ પર પહોંચી જવું ની વાત કરી હતી