ધરમપુર: ગતરોજ ધરમપુર અને તેની આસપાસ ના વિસ્તાર માં છેલ્લા કેટલાક સમય થી બોગસ ડોક્ટરોની હાટડીઓ ધમધમે છે જેઓ પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રીઓ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનમાં કોઈ નોંધણી ન હોવા છતાં પણ કેટલાક BMS ડીગ્રી ધરાવતા પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે આજે વલસાડ આરોગ્ય વિભાગના ડોકટરની ટિમ અને ધરમપુર પોલીસને મળેલી બાતમીને આધારે આજે પંગારબારી ગામે જાદવ ફળીયા ઉજ્જલ વીરેન્દ્ર નામના બોગસ ડોકટરને ઝડપી પાડ્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર પંગારબારી ગામે જાદવ ફળીયા ખાતે ક્લિનિક ચલાવતા હોય રેડ કરતા ઉજ્જલ વીરેન્દ્ર મહન્તાને ઝડપી લીધો જેની પાસે થી અંદાજીત 52200 ની દવાઓ ઇન્જેક્શનનો જથ્થો કબ્જે લેવાયો તેમજ ગ્લુકોઝની બોટલોનો જથ્થો કબ્જે કર્યો છે મહત્વ નું છે કે બોગસ તબીબને પોલીસે ધરપકડ કરતા સ્થાનિક ગામના અગ્રણીઓ ડોક્ટરની ભલામણ કરવા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા
સ્થાનિકોનું કહેવું હતું કે સરકારી દવાખાનામાં આવતા તબીબો 10 વાગ્યા આવ્યા બાદ 4 વાગ્યે જતા રેહતા હોય ત્યારે તેમની ગેરહાજરીમાં આવા તબીબ જ સ્થાનિકો ને સેવા આપતા હોય છે સામાન્ય તાવ શરદી ઉધરસના દર્દીઓ માટે ધરામપુર સુધી આવવું સમય ગાડી ભાડું અને સમય વેડફવો એના કરતાં તો સ્થાનિક કક્ષાએ આવા તબીબો જે 24 કલાક સેવા આપતા હોય તેઓ પાસે કેમ સ્થાનિકોના જાય આવા તબીબો સામે કાર્યવાહી કરો એના કરતાં સરકારી આરોગ્ય વિભાગ 24 કલાક તબીબોની સેવા સરકારી દવાખાનામાં આપે એવી અપીલ કરવામાં આવી છે.
ખરેખર આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસમાં આવા ડોકટરો કરતા સરકારી ડોકટરો જે પોતાના ફરજ સરખી રીતે નથી નિભાવી રહ્યા તેમના વિરુદ્ધ પગલા લેવાની જરૂર છે આ જો આદિવાસી વિસ્તારોમાં જે સરકારી ડોકટરો છે તેઓ પોતાની ફરજ ને ન્યાય આપતા થઇ જશે તો આવા બોગસ ડોકટરો આપોઆપ બંધ થઇ જશે.