મોટાપોંઢા: ગતરોજ શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ. આર. ચમારિયા કોમર્સ કૉલેજ, મોટાપોંઢામાં ચર્ચાસભા તથા ગુજરાતી વિભાગના ઉપક્રમે વર્ષાગીતોનો કાર્યક્રમ યોજાયો. જેમાં 15 વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રીતે વર્ષાગીતોનું ગાન તથા પઠન થયું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ઇન્ચાર્જ આચાર્યશ્રી એસ.યુ . પટેલના અધ્યક્ષપણા હેઠળ આયોજિત આ કાર્યક્રમનું સંચાલન ચર્ચાસભાના પ્રમુખ શ્રી ડૉ. આશા ગોહિલે કર્યું. 30 જેટલાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ અને 15 વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રીતે વર્ષાગીતોનું ગાન તથા પઠન થયું. આપણા આદ્યકવિ નરસિંહ મહેતા, બાલમુકુંદ દવે, પ્રહલાદ પારેખ, ઝવેરચંદ મેઘાણી,નાથાલાલ દવે, પ્રદ્યુમ્ન તન્ના, ત્રિભુવન વ્યાસ,નિલેશ રાણા, રમણભાઈ પટેલ, ભગવતીકુમાર શર્મા, હર્ષ બ્રહ્મભટ્ટ, યોગેશ જોશી ઉષા ઉપાધ્યાય, એષા દાદાવાળા ઈત્યાદિ કવિ – કવયિત્રીઓના વર્ષાગીતો પૂજા મહાકાળ, નિરંજના ગાંવિત, ઈશા માહલા, આરતી કટકીયા, પાયલ કળસરિયા, અનિતા પટેલ,મનીષા પટેલ, અમીષા માલે, પ્રિયા પટેલ, પનીતા રોહિત, બ્રિજલ પટેલ, લલિતા બોચલ, નિકિતા પટેલ, આરતી વરઠા તથા અંકિતા ધંધુકિયા દ્વારા રજૂ થયેલ આ ગીતોને વર્ષાઋતુમાં માણવાનો અદ્ભુત લ્હાવો મળ્યો.
ગુજરાતી વિભાગના ડૉ. જે.એમ. સોલંકી, પ્રા. એન. એન. પરમાર તથા ડૉ. આશા ગોહિલની સક્રિય ભૂમિકાથી આ કાર્યક્રમ વરસાદી માહોલમાં વર્ષામય બની રહ્યો.