કપરાડા: આજરોજ કપરાડા એજ્યુકેશન ગૃપ દ્વારા કપરાડા તાલુકાની નવી લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓની મોક ટેસ્ટનું આયોજનની સાથે સાથે પર્યાવરણની જન જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે લાઈબ્રેરીના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ કપરાડા તાલુકામાં એજ્યુકેશન ગૃપ કપરાડા દ્વારા નવી લાઇબ્રેરીમાં શિક્ષણની સાથે સાથે પર્યાવરણનું જતનનું કામ કરી સમગ્ર માનવજાત માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું સાથે સાથે મોક ટેસ્ટનું પણ આયોજન કર્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ..શિક્ષકો..નિવૃત્ત કર્મચારી.. પદાઅધિકારી..સમાજસેવકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.