ઉમરપાડા: બાળકો આપણા આવનારા સમયના ભારતનું ભવિષ્ય માનવામાં આવે છે ત્યારે દેશની સંસદ પ્રક્રિયાની સમજ બાળકોમાં વિકસે એવા શુભ હેતુ સાથે સુરતના ઉમરપાડા તાલુકાના ખોટારામપુરા સ્કુલમાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી વિગતો મુજબ બાળ સાંસદ ચૂંટણી પ્રાથમિક શાળા ખૌટારામપુરામાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરવામાં આવી હતી, જેમાં બાળ સાંસદની ચૂંટણીમાં ભરતભાઈ પેટલ, દર્શનભાઇ પી કોરડિયા અને નિવૃત્ત શિક્ષકશ્રી નટવરભાઇ ચૌધરીએ આયોજન સુચારુ પાર પાડી હતી.
જ્યારે બાળ સંસદ તરીકેના મહામંત્રી શ્રી વસાવા તરૂણકુમાર તુલસીભાઇ અને મંત્રી તરીકે વસાવા શ્વેતાબેન મહેશભાઇ વિજેતા જાહેર થયા હતા, તેમને શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઇ ચૌધરીએ અભિનંદન પાઠવ્યા હતા.