નવસારી: વલસાડ વિભાગના નેશનલ હાઈવેની બેદરકારીના લીધે નબળી ગુણવતાવાળા રોડ બનાવતાં પડેલા ખાડામાં અનાવલથી પરત ઘરે આવી રહેલા માતા, પિતા, પુત્રીના સોનવાડા પાસે બેલેન્સ ગુમાવતા ટ્રકના ટાયરમાં આવી જવાથી સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યા હતાં જ્યારે 15 વર્ષીય 10માં ભણતું બાળક ચમત્કારીક બચાવ થયો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજે આ બાળકની ધરમપુરના યુવાનેતા કલ્પેશભાઈ, અનિલભાઈ LIC, ડો દિવ્યાંગી, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.નીરવ, ડો.કૃણાલ, નલિનીબેન, અજીતભાઈ, મીંતેશભાઈ, ઉમેશભાઈ, કીર્તિભાઇ,કાર્તિક,કૃણાલ,મયુર,જીતેશ સહિતની અમારી ટીમે મુલાકાત લીધી.વ્હાલસોયી “માં”ની કમી હજુસુધી સતત અનુભવાય છે તો સર્વસ્વ ગુમાવી ચૂકેલ અબુધ બાળકની મનોસ્થિતિ શું થતી હશે એ વિચારીને હૃદય હચમચી ઉઠ્યું. બાળકને ચોપડા, કપડાં, અનાજ, કરિયાણાની મદદ કરી અને સારા ભવિષ્ય માટે ભણતરમાં મદદ કરવા SIP કરવાની તૈયારી શિક્ષક, LICના કર્મચારીઓ સાથે મળીને શરુ કરી. સારા રોડ માટે જો ટોલ લેતા હોય તો રોડ વિભાગની બેદરકારીના લીધે ખરાબ રોડથી થતાં મોત બદલ વળતર ચૂકવવા NHAI જવાબદાર છે.
જો NHAI આ બાબતે વળતર ચૂકવવાની અને ખાડા પૂરવાની યોગ્ય કાર્યવાહી વહેલી તકે નહીં કરે તો ત્રાહિમામ પ્રજાજનો આંદોલન કરતાં પણ નહીં અચકાય એ વાત તંત્ર ગંભીરતાથી ધ્યાને લે.

