વલસાડ: હાઈકોર્ટેના આદેશ મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવું અને કાચના ફસાદ દૂર કરવાના વિરુદ્ધ વલસાડ ઇન્ડિયન મેડિકલ એસોસિઅન આજે હડતાલમાં જોડાશે આજના દિવસે ખાનગી હોસ્પિટલ બંધ પાળશે જેને લઈને વલસાડ જિલ્લાનાના લોકોએ ઇમરજન્સી સમયે ધ્યાન રાખવાની જાણ કરવામાં આવે છે.
Decision News સાથે વાત કરતાં વલસાડ ઇન્ડિયન મેડિકલ એઓસીએસનના પ્રમુખ ડો.નિરવ પટેલ જણાવે છે કે તાજેતરમાં 30 જૂન 2022 ના રોજ, ગુજરાત હાઈકોર્ટે પિટિશનમાં મૌખિક આદેશ દ્વારા રાજ્ય સરકારને જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવું અને કાચના ફસાદ દૂર કરવા વગેરે અંગે અમુક જોગવાઈઓ લાગુ કરવા સૂચના આપવામાં આવી હતી અને રાજ્યભરની હોસ્પિટલોને 7 દિવસની અંદર તેનું પાલન કરવા નોટિસો મળી રહી છે, જે સંપૂર્ણપણે અશક્ય અને અસંગત છે કેટલીક જોગવાઈઓ કે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અને તેનો અમલ શક્ય નથી. આ અમલ કરવાનો આગ્રહ વ્યાપકપણે જનતા પર આપત્તિજનક અસર કરી શકે છે. આવા મૌખિક આદેશની અસર ટૂંકા તેમજ લાંબા ગાળામાં વિનાશક હોઈ શકે છે.
આ આદેશ આપવા પહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે એની સાથે સંકળાયેલી કોઈપણ શાખા સાથે વાતચીત કરવામાં આવી નથી આ એકપક્ષીય ફેસલો કહી શકાય માટે આજે તમામ એલોપેથિક ડોકટરોએ બધી સેવાઓ ઇમર્જન્સીમાં પણ હડતાલ જાહેર કરી છે. ઈમરજન્સી વાળા દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી દેવાશે.

