વાંસદા: છેલ્લા દિવસો દરમિયાન પડેલા વરસાદના કારણે નદીઓમાં આવેલા પૂરને લીધે વાંસદા તાલુકાના ખેડૂતોને ડાંગર અને શાકભાજીના પાકોમાં  વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા સરકાર દ્વારા નુકશાન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગામડાઓમાં જઈને ખેડૂતો સાથે બેઠક યોજી નુકશાનની માહિતી એકઠી કરવામાં આવી હતી.

Decision Newsએ સર્વેયર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે વાંસદા તાલુકાના ખેડૂતોની ડાંગરના તરુની વાવણી કરાઈ હતી અમુક ખેડૂતે તરુની ખેતરમાં રોપણી પણ કરી દીધી હતી અમુક ખેડૂતોએ શાકભાજીના છોડ પણ રોપ્યા હતા. જેને પુરના પાનીએ તહસનહસ કરી નાખ્યું છે હાલમાં પુરના પાણી ખેતરમાંથી ઓસરતા ઘણી જગ્યાઓ પર ધોવાણ થયાના દ્રશ્યો સામે આવ્યા છે. સરકારે ખરેખર કુદરતી આફતના ભોગ બનેલા ખેડૂતોને મદદનો હાથ આપવો જોઈએ.

હાલમાં સર્વેમાં ફોટા પાડી જે નુકસાન ખેડૂતોને થયું છે તેની તમામ માહિતી સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યાર બાદ નુકશાનનું કેટલું વળતર આપવું એ સરકાર નક્કી કરશે હાલમાં પાકોમાં થયેલા અંગે ખેડૂતોની યાદી તૈયાર કરવા સરપંચ અને તલાટીઓને કામગીરી સોપવામાં આવી છે.