ટેકનોલોજી: ગૂગલે પ્લે સ્ટોર એપ્સ પર એક નવો માલવેયર શોધવામાં આવ્યો છે જે તમારી પરવાનગી વિના SMS વાંચે છે અને તમને જાણ વગર પ્રીમિયર સર્વિસ સબસ્ક્રાઈબ પણ કરી દે છે. આ માલવેરનું નામ Autolycos છે જેનાથી ગૂગલ પ્લે સ્ટોરની લગભગ 8 એપ્સ પ્રભાવિત છે.
એક રિપોર્ટ અનુસાર, ગૂગલે આ તમામ એપ્સને પ્લે સ્ટોર પરથી પ્રતિબંધિત કરી દીધી છે, પરંતુ સમસ્યા એ છે કે તેને 30 લાખ લોકોએ ડાઉનલોડ કરી ચુક્યા છે. બ્લીપિંગ કોમ્પ્યુટર્સ પાસેથી મળેલી માહિતી અનુસાર, અસરગ્રસ્ત બે એપ્સ હજુ પણ પ્લે સ્ટોર પર એક્ટિવ છે અને જો તે કોઈના ફોનમાં હાજર છે તો તે મોટો ખતરો બની શકે છે.
રિપોર્ટમાં અસરગ્રસ્ત 8 એપ્સની યાદી જોઈએ તો
- 1-Vlog Star Video Editor:- 10 મિલિયન ડાઉનલોડ્સ
- 2-Creative 3D Launcher:- 10 મિલિયન ડાઉનલોડ્સ
- 3-Wow Beauty Camera:- 100,000 વખત ડાઉનલોડ
- 4-Gif Emoji Keyboard:- 100,000 10 મિલિયન ડાઉનલોડ્સ
- 5-Freeglow Camera 1.0.0:- 5,000 વખત ડાઉનલોડ
- 6-Coco camera V1.1:- 1,000 વખત ડાઉનલોડ
- 7-Funny Camera by KellyTech:- 50,000 થી વધુ ડાઉનલોડ્સ
- 8-‘Razer Keyboard & Theme by rxcheldiolola:- 50,000 થી વધુ વખત ડાઉનલોડ
તમારા ફોનમાં ચેક કરો કે જો જો.. તમે તેને ડાઉનલોડ કરી તો નથી ને ? નહિ તો.. તાત્કાલિક કરી દો ડિલીટ નહિ તો તમે તમારા પર્શનલ ડેટા ગુમાવી શકો છો.