નવસારી: છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે નવસારી જિલ્લાના ખડસુપા ગામમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. ગામની પાંજરાપોળમાં આઠ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. જેના કારણે એક સાથે 100 જેટલા પશુઓના મોત થયાના અહેવાલ છે.
Decision Newsને પ્રાપ્ત બનેલી મુજબ નવસારી શહેર પાસે આવેલા ખડસૂપા ગામના પાંજરાપોળમાં 1200થી વધુ ગાયોને રાખવામાં આવી હતી. ભારે વરસાદ અને પૂરના કારણે ત્રણ દિવસથી પાંજરાપોળમાં ખાડીના આંઠ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. પૂરના પાણી પાંજરાપોળમાં ઘૂસી જવાના કારણે 100 જેટલી ગાયોના મોત નીપજયાં છે. પાંજરાપોળની સ્થિતિ અંગે જીવદયા પ્રેમીઓ દ્વારા જિલ્લા તંત્ર ને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતાં જ તંત્ર દ્વારા ત્વરિત ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડોદરાથી એનડીઆરએફ ની ટીમને પણ મદદ માટે બોલાવવા માં આવી હતી..મામલતદાર અને જીવદયા પ્રેમીઓ ખડસુપા પહોંચ્યા છે. અને ગાયોને વહેલી તકે પૂરગ્રસ્ત સ્થિતિ માંથી બહાર કાઢવાની કાગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

