નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચામેઠા ગામમાં ઉજરીયાત ફળિયામાં નવી બનાવેલ ગટર લાઇનમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ગામ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને સ્થાનિક વાતાવરણ ગરમાયું છે.

જુઓ વીડિઓમાં..

Decision Newsને મળેલી માહિતી મુજબ આ ગટર લાઇન જમીનથી ઉપર કરવામાં આવી છે.આ ગટર લાઈન કરવાથી ફળિયામાં કોઈ પણ મોટું સાધન જઈ શકતું નથી અને સિમેન્ટની પાઇપોના વાંટા મારવામાં આવ્યા નથી.જેને લઇને ગટરના બહાર આવી જાય છે. આ ગટર લાઇનમાં માત્ર ભ્રષ્ટાચાર જ આચરવામાં આવ્યો છે. આ ગટર લાઇન બનાવનાર કોન્ટ્રાકટર સામે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો અગાઉ થયેલ કામોમાં પણ ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.

આ ગટર લાઇનમાં જે કામ કરવામાં આવ્યું છે તેનાથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ કામમાં ભ્રષ્ટાચાર આચર્યો છે. આ ગટર લાઇનમાં નાખવામાં આવી છે તે પાઇપો બહાર કાઢી ફરી વાર આ પાઇપ લાઇન એસ્ટીમેન્ટ પ્રમાણે કરવામાં આવે તેવી ઉજરીયાત ફળિયાના લોકોની માંગ ઊઠી છે.