ડાંગ: સતત ધોધમાર વરસાદ વરસતા ડાંગ જીલ્લાના ત્રણેય તાલુકામાં અને અંતરિયાળ વિસ્તારમાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ મળેલ નથી. તે બાબતને લઈને ગતરોજ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Decision News સાથે વાતચીત કરતાં મનીષભાઈ કે, મારકણા જણાવે છે કે સુબીર તાલુકામાં 13 જુલાઈના રોજ ગુજરાતના સૌથી વધુ વરસાદ પડતા પૂર્ણા નદીમાં અચાનક ઘોડા પૂરના કારણે દિવડીયાવન ગામેથી જયારામભાઈ તથા અન્ય ત્રણ જેટલા મીની ટ્રેક્ટર, દહેર ગામેથી ટ્રેક્ટર, અનેક બળદ, ગાયો તથા લાકડાના કાચા ઘરોનો કાટમાળ તથા ઘરવખરી, માછળી ગામેથી ગેસ સિલિન્ડર, ફ્રીઝ, વગેરે પૂરના કારણે નદીમાં તણાય ગયા ખાતળ ગામેથી દુકાનનો સમાન તેમજ ભાતના ખેતરો પાણી ભરાઈ જતા ખેતીના પાકને ભારે નુકશાન થયું તેમજ વાંકન ગામે આંબાવાડી અને ખેતી માટેની મોટર પુરમાં તણાય ગઈ છે તેમ છતાં હજુ સુધી તંત્રની કોઈ પ્રક્રિયા સામે આવી નથી.
હું જયારે ખાતળ ગામની મુલાકાતે ગયો ત્યારે સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની મદદ તેમજ સર્વેની કામગીરી અમારા સુધી નથી પોહચી તો આપ સાહેબ ને અરજ છે તાત્કાલિક પૂર્ણા નદીના કાંઠા વિસ્તારના નીચાણવાળા ગામો જેમાં દહેર, મહાલ, ચીખલા, માછલી, ખાતળ, પાતળી, ગોદાડિયા, પાધંરમાલ, વાંકાન, કાકરદાની મુલાકાત લઇ લોકોને મદદ તેમજ સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે સર્વે કરીને મળવા પાત્ર લાભાર્થીને લાભ આપશો એવી આપ સાહેબને નમ્ર વિનંતી.
આદિવાસી વધુમાં મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા આઠ દિવસથી વીજળી ગુલ છે. અને મોબાઇલ નેટવર્ક બિલકુલ નથી. વીજ પુરવઠો તાત્કાલિક અસરથી સ્થાપિત કરવામાં આવે. વ્યારા પીમ્પરી રોડના કેટલાંક ભાગોમાં ધોવાણ થયું છે. રોડ બંધ રહેતા લોકોને મેડિકલ ઇમરજન્સી કે અન્ય જીવન જરૃરી ચીજવસ્તુ ઓ મેળવવા મુશ્કેલ બની ગઈ છે. તો તે પણ ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ છે

