રાજપીપલા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમ તા.૧૧ મી જુલાઇ,૨૦૨૨ થી ઓવરફ્લો થયેલ છે અને તે આજદિન સુધી સતત જારી છે. ડેમની સપાટી ગઇકાલે તા.૧૪ મી જુલાઈ, ૨૦૨૨ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે ૧૮૭.૫૦ મીટરે નોંધાઇ હતી. નાના કાકડીઆંબા ડેમ આજે પણ છલકાયેલો છે. હાલમાં આ ડેમ ૭૯ સે.મી. ઓવરફલો છે તેમજ ૨૫૬ ક્યુસેક પાણીની જાવક ચાલુ છે તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઈ છે.

જુઓ વિડીયો..

 

નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે ગત બુધવારે આ ડેમની મુલાકાત લઇ ઓવરફ્લોનું નિરીક્ષણ કરીને ફરજ પરના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી વસાવાએ જરૂરી જાણકારી સાથે જિલ્લા કલેકટરશ્રીને વાકેફ કર્યા હતા. આ મુલાકાતમાં કરજણ ડેમના ઈન્ચાર્જ કાર્યપાલક ઇજનેરશ્રી અંકિત ઠક્કર અને દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી પણ જોડાયા હતા ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેએ પણ આ ડેમની મુલાકાત લઇ જરૂરી જાણકારી મેળવી હતી.