દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ધરમપુર: હાલમાં ધરમપુર વિસ્તારના અંતરીયાળ ગામોમાં મેઘ તાંડવ થમવાનું નામ નથી લઇ રહ્યું ત્યારે ગતરોજ ધરમપુરની પાર નદીમાં ઘોડાપૂર આવતા તેની પર આવેલો પુલ ડૂબી જતા આસપાસના રહીશોને ભારે હાલકીનો સામનો કરવાની નોબત આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના ચીખલપાડા અને તુતરખેડ વચ્ચેથી પસાર થતી નાર નદી ઉપરનો પુલ ડૂબી જતાં તથા ધામણી-તામછડી પુલ પણ ડૂબી જવાથી  તુતરખેડ, સાત વાંકલ, ખપાટીયા, ચવરા, અવલખંડી, સિંગારમાળ, ખોબા, ભૂતરુન, નાની કોરવડ, મોટી કોરવડ, મોહપાડા, વાંસદાજંગલ, મોહનાકાવચાળી, તામછડી, પોંઢાજંગલ, નાની કોસબાડી સહિત 19 ગામોની અવરજવર નવ કલાક સુધી બંધ થઇ જવા પામી હતી

હાલમાં માહિતી મળી રહી છે કે નદીના નીર હવે ઓસર્યા હોવાથી આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પણ હજુ પણ વરસાદ ચાલુ જ છે તો પરિસ્થિતિ ક્યારેય પણ વિકટ બની શકે એવો ભય લોકોને સતાવી રહ્યો છે.