ધરમપુર: સતત વરસતા વરસાદમાં પોતાના ઘરની છત ખોઈ બેસેલા ધરમપુર તાલુકાના મરઘમાળ ગામના દાદરી ફળીયાના ભરતભાઈ ફુલજી ભાઈ પટેલના પરિવારની મદદે ગતરોજ કલ્પેશભાઈ અને ડો. નીરવભાઈ ટીમ પોહચી હતી અને આ મુશીબતમાં મુકાયેલા પરિવારને સાંત્વના સાથે મદદનો હાથ આપ્યો હતો.
યુવાપ્રિય કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે ધરમપુરના મરઘમાળ ગામના દાદરી ફળીયાના ભરતભાઈ ફુલજી ભાઈ પટેલનું ભાગી ગયાની અને રામકુંડ ફળીયાના રમુજીભાઈ પટેલ જેમનું ઘર પાણીમાં ડુબાણમાં ગયા હોવાની જાણ મરઘમાળ ગામના સામાજિક કાર્યકર અવિનાશ ઝવેરભાઈ પટેલ દ્વારા મને કરવામાં આવી હતી આ બાબતની ચર્ચા મેં ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલના સંચાલક ડૉ. નીરવ પટેલ, ડૉ. દિવ્યાંગી પટેલને કરી હતી સમાજને મદદ કરવા હંમેશા તત્પર રેહતા આ દંપતીએ તાત્કાલિક ધોરણે ગતરોજ 1 મહિનો ચાલે એટલું ઘર અનાજ અને જીવન જરૂરી સમાન આ બંને પરિવારો માટે વ્યવસ્થા કરી આ મુશ્કેલીમાં ફસાયેલા બંને પરિવારને મદદે આવ્યા હતા.
આ પ્રસંગે પ્રફુલ શુક્લ, કીર્તિ ભાઈ, મિન્ટેશભાઈ, કૃણાલ ભાઈ, રોહિતભાઈ, મુકેશ ભાઈ, જીતેશભાઇ, મયુરભાઈ, અને આ મુશ્કેલીમાં સંપડાયેલા પરિવારોને સાંત્વના આપી થતા મદદે આવનાર તમામ સામાજિક યોદ્ધાઓ હાજર રહ્યા હતા

