વલસાડ: આજે તારીખ 14 જુલાઇ 2022 ના રોજ રોટરી ક્લબ વલસાડ દ્વારા વલસાડ તાલુકાના વેજલપુર ગામે અન્નપૂર્ણા યોજનાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અત્યંત જરૂરિયાતમંદ એવા 25 કુટુંબોને એક મહિનો ચાલે એવી રાશન સામગ્રી કે જેમાં તેલ, ઘઉંનો લોટ, ચોખા, તુવેર દાળ, મીઠું મસાલા વિગેરે વહેંચવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ આ અન્નપૂર્ણા યોજના હેઠળ કુલ રૂપિયા 18000 નો ખર્ચ કરવામાં આવેલ હતો. રોટરી ક્લબના સભ્ય શાંતુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હોય, આ કુલ રૂપિયા 18,000 ના ખર્ચની પૂરી રકમ શાંતુભાઇ વસાવા તરફથી દાનમાં આપવામાં આવી હતી.

આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ સ્વાતિ શાહ, પ્રોજેક્ટ ચેરમેન શાંતુભાઈ વસાવા, સર્વિસ પ્રોજેક્ટ ડાયરેક્ટર મનોજ જૈન, વેજલપુર ગામના સરપંચ તેમજ અન્ય રોટરી સભ્યો રાજેશ પટેલ, સુનીલ જૈન, દિપેશ શાહ, જિનલ મહેતા,  મહેશ ભાનુશાલી, મહેન્દ્ર બલસારા, પ્રેમલ શાહ, પરેશ સાદરાની હાજર રહ્યા હતા.