નર્મદા: સમગ્ર ગુજરાતમાં મેઘમહેરની જગ્યાએ મેઘકહેરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વરસાદના નુકશાન થયેલા વિસ્તારમાં અનાજ કીટ વિતરણ કરવામાં આવી રહી છે જેથી પીડિતોના દુઃખના સમયમાં સાથ આપી શકાય.

Decision Newsને પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લા યુથ કૉંગ્રેસ ટીમ દ્વારા અતિભારે વરસાદને કારણે નરસિંહ ટેકરી ના ખાડામા વસતા લોકોને ખુબ નુકશાન થયું છે.જ્યાં ગુજરાત કૉંગ્રેસ મહામંત્રી હરેશભાઈની આગેવાનીમા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ નુકસાનીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

જેમાં જિલ્લા યુથ પૂર્વ પ્રમુખ વાસુદેવ વસાવા તથા જિલ્લા યુથ કૉંગ્રેસ પ્રમુખ અજય વસાવા. ઉપપ્રમુખ રાહુલ સોલંકી તથા વિરલ વસાવા,મહામંત્રી જયેશ વસાવા. મેહુલ પરમાર વિધાનસભા ઉપપ્રમુખ નીતિન વસાવા. અને સ્થાનિક આગેવાનો તથા યુથ કૉંગ્રેસ ના કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહી અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.