બારડોલી: કલયુગી પ્રેમ આવો હોય.. બારોડોલીમાં એક પર પ્રાંતીય યુવાને સ્થાનિક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ પોતે અને તેની માતાએ યુવતીને શારીરીક અને માનસિક ત્રાસ આપતાં આખરે યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધાનું ઘટના બહાર આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ બારડોલીના તેન ગામના જ્યોત્સ્ના બહેન રાઠોડની દીકરી ધ્રુવી રાઠોડ ના નજીકમાં જ રહેતાં પરપ્રાતીય મેરઠ ઉત્તર પ્રદેશના વતની વિશાલ રવીન્દ્ર શર્મા સાથે પ્રેમ સંબંધ બંધાતા તેમના પ્રેમ લગ્ન થયા હતા પ્રેમ લગ્ન બાદ ધ્રુવી પતિ સાથે સાસરીમાં રહેવા ગઈ અને એકાદ મહિના બાદ સાસુ સીમા દેવી રવીન્દ્ર શર્માએ ધ્રુવીને ત્રાસ આપવાનું ચાલુ કર્યું એવું જાણવા મળ્યું છે કે વિશાલ અને સીમા દેવી બંને ભેગા મળી ધ્રુવીને મારઝૂડ પણ કરતા હતાં. આમ આખરે માનસિક અને શારીરીક ત્રાસને કારણે કંટાળી ધ્રુવી ઘરમાં રહેલ પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.

આ આપઘાતની ઘટનાને લઈને બારડોલી પોલીસ મથકે યુવક અને તેની માતા વિરુદ્ધ દીકરીની માતા જ્યોત્સના બહેન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે આઈપીસીની કલમો મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.