ડાંગ: બે દિવસ પહેલા ડાંગ જિલ્લાના મજૂર યુવાનો પર દાઉદ ગેંગના સભ્યો છે તેવો આરોપ મૂકી અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર કપડાં કઢાવી પોલીસ અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઢોર માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ 07/07/2022 ના રોજ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ટાંકલીપાડા અને ઉમરપાડાના આઠ યુવાનો (1) રંજીત રુમસી જાદવ (મુકારદમ) (2) મોહન હિરામણ ચૌહાણ (3) ગણેશ ભોયે (4) શૈલેષ યશવંત વાઘમારે (5) હરેશ શિવા બરડે (6) રાહૂલ જાનુ પવાર (7) કલ્પેશ યોગેશ ગાયકવાડ (8) રોહિત રાજુ પવાર જેઓ કચ્છ ખાતે દાડમ વાડીમાં મજુરી અર્થે ગયેલા હતા ત્યાંથી પરત વતન ડાંગ આવી રહ્યા હતા ત્યારે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર બસ માટે રાત્રે રાહ જોઈ રહ્યા હતા ત્યારે ત્યાં હાજર એક પોલીસ કર્મચારી અને બે સિક્યુરીટી ગાર્ડ દ્વારા તેમની બેગ ચેક કરી અને તેમાંથી તેઓ દાડમ કાપવા માટે લઈ ગયેલ કાતર નીકળી આવતા આ તમામ ગરીબ મજૂર આદિવાસીને તમે દાઉદ ગેંગના સભ્યો છો એમ આરોપી મૂકી ચોકીમાં લઈ જઈ કપડાં કાઢી ઢોર માર માર્યો હતો અને ત્યાંના કેમેરા બંધ કરાવી દીધેલ હતા અને પોતાના મોબાઈલમાં આ તમામ ઘટનાનો વિડિયો શૂટિંગ કરેલ હતો અને સાથે તેમના અન્ય મિત્રોને પણ વિડિયો કોલ કરી બતાવી કહેતા હતા કે જોવ અમે દાઉદ ગેંગના સભ્યોને કેવા માર પાડીએ છીએ અને તમામના મોબાઈલ પણ જપ્ત કરી લીધેલા અને આદિવાસી સમાજને શોભે નહિ તેવી ગંદી ગંદી ગાળો આપી હતી અને આ બાબતે કોઈને કહેશો તો જાન થી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી અને ત્યાંથી જીવ બચાવી તમામ ગઈ કાલે રાત્રે ઘરે આવી પહોંચ્યા હતા

આજરોજ તબિયત વધુ બગડી જતા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા ત્યારે આ ઘટના અંગે પોલીસે MLC કેસની જાણ થતાં તે આધારે નિવેદન લેવામાં આવેલ છે. હવે જોવાનું રહ્યું સરકાર હકીકતમાં આદિવાસી સમાજના સભ્યો પર થયેલ આ ક્રૂર હુમલા ખરેખર સંવેદનશીલ છે માટે દાખલો બેસે તેવી તટસ્થ તપાસ હાથ ધરી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે