સાપુતારા: ગતરોજ રાતે સાપુતારાની ખીણમાં સુરતના શ્યામ ગરબા ક્લાસિસની 50 જેટલી મહિલાઓ સાપુતારા ટ્રીપમાં આવી હતી જે સાંજના પરત ફરતી વેળાએ તેમની બસ ખાબકી હોવાની દુર્ઘટના સામે આવી છે જેમાં હાલની જાણકારી મુજબ  જેમાં 2 મહિલાઓના મોત થયા છે.

હાલમાં અકસ્માતમાં ઘાયલ બનેલા મુસાફરોને તંત્ર અને આજુબાજુના ગામના લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ  હતું અને તમામને સામ ગહાન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અત્યારે રેશ્માબેન પ્રતાપભાઈ વાઘેલા
સોનલબેન સ્નેહલ દાવડા નામની મૃતકોના નામ બહાર આવ્યા છે  દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર ગરબા ક્લાસીસમાં શ્રિઘલબેને જણાવ્યું હતું કે, સાપુતારાથી પરત ફરતા સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. તમામને હાલ સાપુતારાની હોસ્પિટલમાં ખસેડ્યા છે. 3 જેટલી મહિલાની હાલત ગંભીર છે. જ્યારે કેટલાકને ફ્રેક્ચર થયા છે. બસનું ટાયર ફાટવાના કારણે આ અકસ્માત થયો હતો.

ઘાયલોની યાદી 1. દિવ્યાની પી ગાંધી 2 લક્ષ્મી અજિત શર્મા 3. બીના હેમંત ધારિવાળા 4. ઉર્વશી અજિત શર્મા 5. હંસા સાડીજા સિંધી 6. અમિષા અંજીરવાળા 7. વંશી પ્રતીક વાઘેરા 8. અનિતા નિકુંજ કાપડિયા 9. રીના ભાવેશ ભાવસાર 10. કલ્પના ગીરીશભાઈ શાહ 11. નિરલ કેવીલ શાહ 12. દિવ્યા રમેશભાઈ 13. રૂપાલી ચિંતન 14. ઉષા હરેશ પટેલ 15. અંજલિ નીલી 16. અમિષા આશિષ આઈસ્ક્રીમ વાળા 17. સ્વાતિ દિનેશ 18. પ્રિયાંશી સુરેશ આર્ય 19. તનયા આકાશ દારવી 20. ચેતના આકાશ ધારવી આ તમામને સામ ગહન CHCમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમુકને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલમાં પણ અકસ્માત થવાનું ચોક્કસ કારણ બહાર નથી આવ્યું.