માંડવી: છેલ્લા ૩૦ વર્ષ થી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દાદરા નગર હવેલી અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં વારાફરતી યોજાતા આદિવાસી એકતા પરિષદના સાંસ્કૃતિક એકતા મહાસંમેલનના આયોજન માટે સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે આદિવાસી એકતા પરિષદની આજરોજ બેઠક યોજાઇ હતી, જેમાં ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી ૨૦૨૩ માં યોજાનાર આદિવાસી એકતા પરિષદના સાંસ્કૃતિક એકતા મહાસંમેલનના સ્થળ માટેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર જિલ્લામાં થી બેઠક માં રહેલા ૫૦ જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોકભાઈ ચૌધરી તથા આદિવાસી એકતા પરિષદના ગુજરાત રાજ્યના સંયોજક ડો. શાંતીકર વસાવા સહિત સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા આદિવાસી એકતા પરિષદના પીઢ કાર્યકરો દ્વારા આવનાર સાંસ્કૃતિક એકતા મહાસંમેલન કઇ જગ્યાએ આયોજિત કરવામાં આવશે તે બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી, ચર્ચાઓના અંતે છોટાઉદેપુરથી ઉપસ્થિત રહેલા શનિયાભાઈ રાઠવા આદિવાસી સામાજિક આગેવાન દ્વારા મુકવામાં આવેલ પ્રસ્તાવને સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા આદિવાસી એકતા પરિષદના આગેવાનો દ્વારા સર્વ સહમતીથી મંજૂર કરવામાં આવ્યા બાદ છોટાઉદેપુર જિલ્લામાં યોજાશે તેવી જાહેરાત કરાતાં છોટાઉદેપુર જિલ્લા યુવાઓમાં ભારે આનંદની લાગણી ફેલાઇ છે
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી આમ ત્રણ દિવસીય મહાસંમેલનમાં દુનિયાના ૨૫ થી વધુ દેશોમાંથી તેમજ ગુજરાત, મધ્યપ્રદેશ દાદરા ,નગર હવેલી, રાજસ્થાન, ઓરીસ્સા, ઝારખંડ છત્તીસગઢ, બિહાર, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, આસામ મેઘાલય, ત્રિપુરા લેહ લદાખ સહિત રાજ્યોમાંથી આશરે ચાર થી પાંચ લાખ લોકો ઉમટી પડતાં હોય છે તેમ છોટાઉદેપુર જિલ્લા આદિવાસી એકતા પરિષદના વાલસિંહભાઈ રાઠવાએ જણાવ્યું હતું.











