નવસારી: રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ સંગઠનો અને સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ પોતાની માંગણી અને પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર અને આંદોલનો કરી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા જ નવસારી જિલ્લામાં મનરેગા કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર અપાયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ સમગ્ર ગુજરાત રાજ્યના મનરેગા યોજના કર્મચારીઓના હિતોને ધ્યાનમાં લઇ ટૂંક સમયમાં રાજ્ય કક્ષાની તમામ જિલ્લાના જવાબદાર કર્મચારીઓ સાથે ખૂબ જ મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મિટિંગમાં સંગઠન શક્તિને મજબૂત કરવા અને ખૂબ જ જરૂરી ચર્ચા વિચારણાના કરી શકાય અને એક હકારાત્મક વાતાવરણ બનાવી શકાય એ માટે મનરેગા પરીવાર એક મંચ એક સૂત્ર, એક હેતુ એક ટિમ સાથે સમગ્ર મનરેગા કર્મચારીની ભાવનાઓને ધ્યાને લઈ આ મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
નવસારી જિલ્લામાં મનરેગા કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને જે આવેદનપત્ર અપાયું છે જેનો નિર્ણય ક્યારે અને કોના પક્ષમાં આવશે એ તો સમય જ પતાવશે.

            
		








