કપરાડા: ગુજરાતનું ચેરાપુંજી ગણાતા વલસાડના કપરાડા તાલુકામાં છેલ્લા પાંચ- છ દિવસ દરમિયાન લગાતાર ધૂમ વરસાદ વરસી રહ્યો હોવાના કારણે નાની કોરવલ ગામનું ધનોકી ફ. અને માની ગામના બોરપાડા, ટોકરપાડા, મોહવપાડામાં રસ્તા પર આવતા બૈ પુલ સાંકડા તેમજ નીચા હોવાથી સતત વરસાદના કારણે નદી ભરાઈ અને પુલ પરથી પાણી વહેવા લાગ્યા છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

ડેપ્યુટી સરપંચન વિનોદ શિંગડા અને આગેવાન દિનકર ધુમનું Decision Newsનું કહેવું છે કે નાની કોરવલ ગામનું ધનોકી ફ. અને માની ગામ ના બોર પાડા, ટોકરપાડા, મોહવપાડામાં રસ્તા પર આવતા બૈ પુલ સાંકડા તેમજ નીચા હોવાથી સતત વરસાદ કારણે નદી ભરાઈ અને પુલ પરથી પાણી વહેવા લાગ્યું છે. હાલમાં લોકોને અવર જવરની તેમજ વાહન વ્યવહારની ખૂબજ તકલીફ પડે છે… જો કોઈ કારણસર બીમાર ઇમરજન્સી અથવા ડિલિવરી વાળું હોય, અને જો તેને મોટી હૉસ્પિટલ માં ખસેડવું હોય તો તે  ખુબ મુશ્કેલી ઉભી થાય એમ છે.

આ ઉપરાંત પુલ પરથી સતત વરસાદના કારણે નીચા પુલ હોવથી પાણી ઓછું થઈ શકતું નથી…જેના લીધે દૂધ વાળા વાહન તેમજ ગામમાં આવતા શિક્ષક મિત્રો તેમજ સબ સેન્ટર પર આવતા તબીબ આ કારણો સર આવી શકતા નથી. દૂધ વાળા દૂધ કેનમાં મોકલતા હોય પણ વાહન આવી ન શકવાના કારણે ખેડૂત મિત્રોને દૂધ ખુબ મોટા પાયે નુકસાન થાય છે અને આખું દૂધ બગડી જાય છે. કારણ કે પુલ પરથી ઉતરી શકાય તેવી શક્યતા હોતી જ નથી . જો વરસાદ સતત હોય તો પુલ પરથી પાણી ૮-૧૦ કલાક સુધી પણ ઓછું થતું નથી. જેથી ખૂબજ મુશ્કેલી સર્જાય છે.. આ બાબતે તંત્ર ઝડપથી કોઈ પગલાં લઈને ગ્રામજનોની મુશ્કેલીની નિવારણ લાવે એવી અપીલ છે.