વાંસદા: આજરોજ પ્રો.પી.આઈ કિરણ પાડવી દ્વારા કુમાર શાળા વાંસદા ખાતે “જો હું પોલીસ હોઉં તો” વિષય પર નિબંધ લેખનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ નાં બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે પી.આઈ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે બાળકોમાં પોલીસ અને પોલીસ વિભાગ પ્રત્યે જે ખોટી માન્યતા રહેલી છે એ દુર થાય અને પોલીસની સકારાત્મક કામગીરી અને માનવીય અભિગમ વિશે જણાવ્યું હતુ. તથા વાસ્તવિક પોલીસ ફિલ્મો અને વિવિધ વેબ સિરીઝમાં બતાવાતી કાલ્પનિક પોલીસ કરતા કેટલી અલગ છે એનો તફાવત સમજાવ્યો હતો. તથા બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એકટ અને સાયબર ક્રાઇમ છે.
સ્પર્ધામાં પ્રથમ દ્વિતિય અને તૃતીય ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓને ઈનામ તથા ભાગ લેનાર વિધાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે પી.આઈ કિરણ પાડવી કુમાર શાળા વાંસદાના આચાર્ય હિનાબેન જોશી તથા અન્ય શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.