સાગબારા: સાગબારા તાલુકાના પાંચપીપરી ગામની આ દમણ નદી પરનો આ તૂટેલો પુલ દર ચોમાસામાં ગામના લોકોમાંથી કોઈ ને કોઈને વિકલાંગ બનાવી રહ્યો છે પણ આંખો બંધ કરીને બેઠેલું તાલુકાનું વહીવટીતંત્રની માનવતા મારી પરવારી છે અને એટલે જ આ પુલનું સમારકામ નથી થઇ રહ્યું.

Decision Newsને સ્થાનિક જાગૃત મહિલા પાસેથી માહિતી મુજબ અમારા પાંચપીપરી ગામની આ દમણ નદી પરનો પુલ 4 વર્ષ પહેલાં નદીમાં પુર આવતા તૂટી ગયેલી હાલતમાં છે. તેની જાણ અવાર નવાર લેખિતમાં અને મૌખિક કરવામાં આવ્યા છતાં આ પુલ પર કોઈ પણ પ્રકારનું સમારકામ હજુ પણ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું નથી. કાલના વરસાદથી પુલ પર વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે. એક ફળિયાથી બીજા ફળિયામાં, ખેતરોમાં અને પ્રાથમિક શાળા માધ્યમિક શાળા સેલંબા ભણતા વિદ્યાર્થીઓ માટે જોખમ છે

‘ગયા વર્ષે પણ ઘણા વડીલો આ તૂટેલા પુલ પરથી પાડી જતા તેઓ વિકલાંગ બની પોતાનું જીવન જીવે છે છતાં કોઈને જ આ બાબતે ધ્યાન આપતા નથી’. આ વર્ષે પણ આવી ઘટનાને સ્થાનિક વહીવટીતંત્ર અંજામ આપશે એ પાક્કું.. પાણીના વધેલા પ્રવાહના લીધે મોટા વાહનો  બાઈક અને વડીલો ને 4 કિમી જેવું પાટ ગામ થઇ ઘોડમુગ ગામ થઈને બીજા ફળીયામાં આવવું પડે છે આ રસ્તો તાપી જીલ્લાના સોનગઢ  બાજુના ગામોના લોકો સ્થાનિક બજાર સેલંબા જીવન જરૂરીયાતની વસ્તુ લેવા આવવા માટે પણ મુશ્કેલ થઇ રહ્યું છે છતાં પણ સ્થાનિક નેતાઓ કે સરકારીતંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી.