વાલોડ: ગતરોજ વાલોડ તાલુકાના બુહારી ખાતે આવેલ માનવકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મોરારજી દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિરપોરમાં ભાજપનાં હોદ્દેદાર તેમજ બુહારી ગામનાં ડેપ્યુટી સરપંચ સુરજ દેસાઇ દ્વારા આદિવાસી બાળકો પર પોતાને નીતિ-નિયમોથી પણ સર્વોપરી સમજી તાનાશાહી અને જોહુકમી ચલાવી ભાજપનાં સદસ્યતા અભિયાનનાં ફોર્મ કોલેજમા આવતાં બાળકો પાસે ભરાવ્યા.
લોકોનું કહેવું છે કે પોતાની બાપની જગીરો સમજી મનસ્વી વલણ અપનાવતા આ બુહારી ગામનાં સરપંચ તેમજ ભાજપનાં હોદ્દેદારોને ભાન નથી કે કોલેજમા આદિવાસી બાળકો સારું શિક્ષણ મેળવવા આવે છે નાં કે આપની ગંદી રાજકિય રમતનો ભોગ બનવા. આ પરથી સ્પષ્ટ સાબીત થાય છે કે ભાજપ સાથે સંકળાયેલ બુહારી ગામનો સરપંચ સુરજ દેસાઇ અને મોરારજી દેસાઇ કોલેજનાં સંચાલક એવા એનાં પરીવારજનો પોતાના અંગત અને ભાજપનાં સ્વાર્થ ખાતર અહીંના આદિવાસીનો ઊપયોગ કરી રહ્યા છે. કેમ કે પોતના કાર્યકાળ દરમિયાન આ પરિવારે આદિવાસીઓનુ શોષણ કરી ફકત અને ફ્કત પોતાનો જ વિકાસ કર્યો છે.
હવે આ રીતે કોલેજમાં બેરોકટોક ભાજપનો પ્રચાર કરી સદસ્યતા અભિયાન ચલાવી બાળકોનાં શિક્ષણમાં અવરોધ ઉભો કરનાર બુહારી ગામનાં ડેપ્યુટી સરપંચ સુરજ દેસાઇની કડક પગલાં ભરી તત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવી જોઇએ.

            
		








