વાંસદા: હાલમાં આદિવાસી લોકો ચોમાસું પડતાની સાથે જ પોતાના ખેતી ક્ષેત્રમાં પીઢી દર પીઢી ચાલી આવતા પરંપરાગત દિવસો અને તહેવારો ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગતરોજ વાંસદા તાલુકાના દુબળ ફળિયા ખાતે વાધ દેવ અને ગામ દેવીનું પૂજાવિધિ કરવામાં આવી હતી.

Decision News સાથે વાત કરતા ગામના સરપંચ મહેન્દ્ર પટેલ જણાવે છે કે ગતરોજ વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાં વાધ દેવ અને ગામ દેવીનું પૂજાવિધિ કરવામાં આવી હતી સાથે સાથે ગામનાં તમામ આદિવાસી દેવી દેવતાઓની પ્રકૃતિની પુજા કરીને નાંદુરા પુજા કરી જેમાં ગામના વડીલો, આગેવાનો અને બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગામના વડીલોનું કહેવું હતું કે અમને અમારા વડીલો દ્વારા જે સંસ્કાર અને પ્રકૃતિ પૂજાની જે રીત રસમો શીખવાડવામાં આવી છે તે અમે કરી રહ્યા છે અને અમારી આવનારી પેઢીને ભેટ સ્વરૂપે આપી રહ્યા છે જો આ પરંપરા અને રીતરીવાજો સાચવશે તો જ આદિવાસી અસ્મિતા ટકશે.