ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાનાના પીરમાળ ગામમાં ધરમપુર ખાતે RFO શ્રી હિરેન પટેલને પીરમાંળ અને ટીટુખડકની જંગલ જમીનની હદ નક્કી કરવાં બાબતે માજી સરપંચશ્રી જનસભાઈ અને સ્થાનિક આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી હતી
Decision Newsને મળેલી માહિતી મુજબ RFO શ્રી દ્વારા રજૂઆતના અનુસંધાને યોગ્ય કાર્યવાહી કરવાની પણ વાત કરી જેના અનુસંધાને આજરોજ પીરમાળ અને ટીટુખડકની હદ ગામના આગેવાનો અને વડીલોને સાથે રાખીને નક્કી કરી આપી તે બદલ ધરમપુર RFO શ્રી હિરેન પટેલ ગ્રામજનોએ આભાર માન્યો હતો.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે ધરમપુર RFO શ્રી હિરેન પટેલ દ્વારા જે પ્રકારે ગ્રામજનોની સમસ્યાના નિવારણ માટે જે તૈયારી બતાવી છે જે તારીફે કાબિલ છે અને મને વિશ્વાસ છે કે તેઓ લોક ન્યાય કરશે.











