સાપુતારા: ગુજરાત કા આંખો કા તારા સાપુતારાને કલંક લગાડી રહી હોય તેમ પાડાઓ સહેલાણીઓનું સ્વાગત કરવા માટે ઉભા હોય એવા આવ્યા દ્રશ્યોચિત્રો સર્જાયા હતા જેને વહીવટી તંત્ર પોતાની ફરજ નિભાવવા નિષ્ફળ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા વસંતઋતુમાં સહેલાણીઓ કુદરતી સૌંદર્યથી ભરપુર સોળે કળાએ ખીલી ઉઠેલ સાપુતારાનું આનંદ માણવા સહેલાણીઓ ઉમટી પડતા હોય છે પણ ગતરોજ સાપુતારામાં એવા દ્રશ્યો જોવા મળ્યા કે સહેલાણીઓનું સ્વાગત કરવા માટે પાડાઓનું ટોળું વહીવટીતંત્ર દ્વારા સ્વાગતમાં મૂકવામાં આવેલો હોય તેમ લાગી રહ્યું છે.

ડાંગ જિલ્લાનું વહીવટીતંત્ર ઊંઘમાં ને ઊંઘમાં જોવા મળતું હોય એવું લાગી રહ્યું છે તેમનું કાર્ય ગોકળગાયની જેમ ધીમું જોવા મળી રહ્યું છે. જેમાં પર્યટન સ્થળ સાપુતારા માટે આવી બેદરકારી નજરે જોવા મળે છે. શું કહી અકસ્માત થાય તો તેની જવાબદારી વહીવટ તંત્ર લેશે ખરું…?