નવસારી: આદિવાસી સમાજના લોકોને 12 જુલાઈ 2022 ના રોજ ભારતમાલા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ હાઇવે કે પછી તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેકટનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ભેગું થવાનું આદિવાસી સમાજના યોજનાના વિરોધમાં લડત ચલાવતા આગેવાનો અને કાર્યરત સમિતિઓ દ્વારા હાકલ કરવામાં આવી છે.
આ આગેવાનો અને સમિતિઓનું કહેવું છે કે આપ ભાઈઓ બહેનો સ્વયંભૂ ભેગા થવો નહિ તો આવનારા સમયમાં આ લોકો કઈ કેટલા પ્રોજેક્ટો લાવીને આપણી પ્રકૃતિનો નાશ કરશે અને આપણને પણ વિસ્થાપિત કરશે એટલે જેમ બને એમ મોટી સંખ્યામાં ભેગા થઈશું….ભારત માલા એટલે રોડ આવશે રોડ બનવા દઈશું તો આજુબાજુ કંપનીઓ આવશે તો આપણે ક્યાં જઈશું મિત્રો સમાજનું ભલું ક્યાં થશે સંગઠનમાં રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે સંઘર્ષ વગર સિદ્ધિ નહિ; આ જ નારા સાથે 12 જુલાઈ 2022 ના રોજ રુન્સીકુઈ ક્રિકેટ મેદાન નવસારી ખાતે સવારે 10:00 વાગ્યે મોટા પ્રમાણમાં સમગ્ર આદિવાસી સમાજ લોકો ભેગા થાય એવું આયોજન કરવામાં આવી રહ્યું છે