ભરૂચ: આજરોજ ભરૂચમાં વેચતા ખુલ્લેઆમ દારૂને લઈને સાવિત્રીબાઈ ફુલે મહિલા પ્રગતિ સેનાના પ્રમુખ અને BTP ધારાસભ્ય છોટુ વસાવાના પત્ની સરલાબેન વસાવાની આગેવાનીમાં રાજ્યપાલને સંબોધીને ભરૂચ કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.

સરલાબેન વસાવાનું કહેવું હતું કે દારૂના કારણે નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થઈ રહી છે, તેના માટે સરકાર જવાબદાર છે, જો દારૂબંધીનો કડક અમલ ના કરવો હોય તો સરકાર દારૂની છૂટ આપે, જેથી સારી ક્વોલિટીનો દારૂ મળે અને લોકોના જીવ બચે. દારૂબંધી છે છતાં ગામડાંમાં બુટલેગરો દારૂ વેચે છે, ગામડાંમાં થર્ડ ક્લાસ દારૂ વેચાય છે, તેમાં કેમિકલ ભેળવવામાં આવે છે, જેનાથી છોકરાના નાની ઉંમરમાં મૃત્યુ થઈ રહ્યા છે, આમ સરકાર દારૂબંધીમાંથી મુક્તિ અપાવે એવી માંગણી થઇ રહી છે.

ભરૂચ ખુલ્લેઆમ ચાલતા દારૂ, જુગાર અને આંકડાના અડ્ડા બંધ કરવા, બુટલેગરો વિરુદ્ધ કડક પગલાં ભરવા જેથી  હલકી કક્ષાનો દારૂ પીને પુરુષો મરણ પામતા અટકાવી શકાય. હાલમાં વિધવાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે આ મુદ્દો દરેક આદિવાસી વિસ્તારમાં પ્રવર્તમાન બન્યો હોવાનું સોશ્યલ લોકચર્ચા ઉઠી છે જેમાં નવસારીનો વાંસદા વિસ્તાર પણ આવી જાય છે.