વલસાડ: આજરોજ વલસાડ તાલુકાના મરલા ગામના 45 જેટલા કુટુંબો દ્વારા ધરમપુર અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં વલસાડ તાલુકા પંચાયત ખાતે TDOને બત્તર રસ્તાને લઈને ઉભી થયેલી સમસ્યા બાબતે રજુવાત કરવામાં આવી હતી

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે સ્થાનિકોના જણાવે છે કે અમારા મરલા ગામમાં લગભગ 45 કુટુંબો માટે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તેની હાલત હાલમાં ખુબ જ બત્તર બની ગઈ છે જેને લઈને ચોમાસા દરમિયાન કોઈ બીમાર કે ગર્ભવતી મહિલા હોઈ તો 108 પણ આવી કે જઈ શકતી નથી અને બાળકોને પણ સ્કૂલમાં જવાની ખુબ જ તકલીફ પડે છે.

આવેદનપત્રમાં આપવામાં આવેલી લેખિત માહિતીના મુજબ યોગ્ય નિકાલ ન કરવામાં આવ્યો તો આવનાર દિવસોમાં મરલા આઝાદ ફળિયાના 45 પરિવારો 2022 ના વિધાનસભા ઇલેકશનમાં મતદાનનો બહિષ્કાર કરશે એવી ચીમકી આપવામાં આવી હતી. આ આવેદનપત્ર આપ્યા બાદ TDO શ્રી એ આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી આપી હતી.