ચીખલી: સમાજ વિકાસની એક માત્ર જડીબુટ્ટી હોય તો તે પાયાનું શિક્ષણ છે અને આજ સુત્રને ધારણ કરી હાલમાં ડૉ. વિશાલ પટેલ પોતાના સમાજને નવ પલ્લવિત થઇ રહેલી પેઢીમાં શિક્ષણના વારસાનું સંસ્કાર સિંચન કરતાં ચીખલી તાલુકાના ગામડાઓમાં જોવા મળી રહ્યા છે.

Decision Newsને મળેલી જાણકારી મુજબ આજરોજ ડો વિશાલ પટેલ દ્વારા માંડવખડક ગામની વર્ગશાળાની મુલાકાત કરી હતી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી નોટબૂકનું વિતરણ કરી હતી આટલા ઘોઘમાર વરસાદમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વર્ગશાળાને ઉત્તરો-ઉત્તર બાળકોની સંખ્યા વધે તે સંકલ્પ સાથે પ્રોત્સાહિત કરી કાર્યક્રમને ઉત્સાહભેર માણ્યો.

ડો. વિશાલ પટેલ જણાવ્યું છે કે વીતેલા સમય પર રોંદણા રોવા કરતાં અમે નવી પેઢીના નવ યુવાનો છે અમે સમાજ વિકાસની નવી શરૂવાત કરીશું. સમાજના બાળકોના ભવિષ્ય ઉજ્જવળ માટે અમારાથી તમામ પ્રયાસ અને તાકાત લાગવી દેશું અને શિક્ષણની જ્યોત પ્રજવલિત કરીશું.