વાસંદા: વરસાદની શરુવાત થતાં જ અકસ્માતોમાં વધારો થતો હોય તેમ આજે વાંસદા ના ખડકાળા પાસે બાઈક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં હાલમાં અકસ્માતમાં ઘાયલ બનેલા એક વ્યક્તિના મૃત્યુ થયાની જાણકારી મળી રહી છે.
Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાંસદા તરફથી આવતી GJ-26-A-6920 નંબરની એક્સેસ પર તાપી જિલ્લાના કાકડવા ગામના પતિ-પત્ની વાંસદા તાલુકામાં પોતાનું કામ પતાવી ધરે પરત ફરી રહ્યા હતા આ સમયગાળામાં ખડકાલા સર્કલ પાસે ઉનાઈ તરફથી પુર ઝડપે GJ-15-CA-6358 નંબર મોટરકાર ચલાવી રહેલા જીગ્નેશ ભાઈએ રોડ ડીવાઈડર કુદાવી બાઈકને અડફટે લીધી હતી.
આ અકસ્માતમાં બાઈક ચાલક પતી-પત્નીને બન્ને ને એક એક પગ ભાગી ગયા હતા તેમજ બાઈક ચાલકના ખીસ્સામા મોબાઈલ દબાણ આવતા બ્લાસ્ટ થયો હતો સ્થાનીકોએ તાત્કાલીક 108 ની ફોન કરી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જેમ હાલમાં એક વ્યક્તિનું મૃત્યુ થયાની વિગતો મળી રહી છે.

