ડાંગ: આજરોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્રારા ડાંગ દરબાર હોલ ખાતે ડો શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત “સેવા, સમર્પણ અને ગરીબ કલ્યાણ સપ્તાહ” નિમિતે રક્તદાન શિબિરનું આયોજન કરવામા આવ્યું.

રક્તદાન મહાદાન અને અન્યના જીવનમાં પણ પ્રાણ ફૂંકનાર જીવન દાનનો મહિમા જ્યાં ભાજપ યુવા મોર્ચાના કાર્યકર્તાઓ દ્વારા ડાંગ દરબાર હોલ ખાતે આદરણીય ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસના અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સ્વૈચ્છિક રક્ત દાતાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તનું દાન કરી સેવા ભાવનો આનંદ મેળવી ધન્યતા અનુભવી હતી. ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીના જીવનચરિત્ર અને એમની શિખામણ અને આદર્શોને ધ્યાને રાખી આજે પણ યુવા ઉત્સાહિત થઈ એમના વિચારોનું અવલોકન કરવા ઉત્સાહિત છે.

દેશ પ્રત્યે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન અંગે અને જનસંઘની સ્થાપના અંગે તથા ભારતીય જનતા પાર્ટીના વિજય અને કટોકટી દિવસ સમયની સ્થિતિ અંગે તથા ડૉ. મુખરજીએ દેશની ઓળખ અને અખંડિતતાની રક્ષા માટે પોતાનું બલિદાન વિશે તેમના બલિદાન, સમર્પણ અને તેમના આદર્શોને ધ્યાને રાખી ભાજપ યુવા મોર્ચા ના આગેવાનો દ્વારા રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ દરમિયાન અને આ પ્રસંગે તાપી જિલ્લા ભાજપ સંગઠનના અધ્યક્ષ દશરથભાઈ પરમાર, મહામંત્રી હરિરામ ભાઈ સાવંત, ઉપાધ્યક્ષ ગીરીશભાઈ મોદી, આહવા મંડળના મહામંત્રી સતિષભાઈ, યુવા મોરચાના અધ્યક્ષ પંકજભાઈ દડવી, યુવા મહામંત્રી આઝાદ સિંહ બઘેલ, દીપકભાઈ જાદવ, મહિલા મોરચાના અધ્યક્ષ સુમનબેન દડવી, લઘુમતી મોરચાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ માસ્ટર, મહામંત્રી આસિફભાઇ શેખ, આહવા મંડળના મંત્રી ઉમેશભાઈ તથા યુવા મોરચાના હોદ્દેદારશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.