ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ખાતે અને મૌલીપાડા ગામના બાળકોને કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળાના બાળકોને આંગણવાડીના બાળકો, ઘો.૧ પ્રવેશનું પ્રવેશ આપવામાં આવ્યા.
આપણા ગુજરાતના ભાવિ ગણાતા નાના ભૂલકાઓ આજે શિક્ષણમાં પોતાનું પ્રથમ પગલું માંડવાજી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર શાળામાં આ ભૂલકાઓને શિક્ષણમાં વધુ પ્રોત્સાહન પૂરું પાડી શકાય એમાં શુભ આશય સાથે ગુજરાતભરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી રહી છે ત્યારે ગુજરાતની વિવિધ સ્કુલોમાંથી ભૂલકાઓના જુદા જુદા દ્ર્શ્યચિત્રો સામે આવ્યા છે જેમાનું આ ચિત્ર મનમોહી લે એવું છે. કાર્યક્રમમાં ધો.૩ થી ૮ વિધાર્થીઓ જેઓ ૧ થી ૩ નંબર પાસ થનાર વિધાર્થીઓને નું મુમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યુ સાથે ગામના સમાજકાર્ય સરાહનીય કાર્ય પ્રવૃત્તિ ધ્યાનમાં લઇ ગામના યુવા વિજય વસાવા સન્માન કરવામાં આવ્યું. સાથે આંગણવાડીના બાળકોને પ્રવેશ અને રમકડાં વિતરણ અને સુખડી વિતરણ આવ્યું સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ રૂપે વૃક્ષારોપણ કરીને સંદેશો પાઠવ્યો.
કાર્યક્રમમાં તાલુકાના સામાજિક ન્યાય સમિતિ અધિક્ષક કુન્તાબેન પાડવી, તાલુકાના દંડક શ્રીમતી ઇન્દુબેન વસાવા, હિતેન્દ્રભાઇ ચૌધરી બી.આર.પી, કેન્દ્ર શાળા મુખ્ય આચાર્યશ્રી નરેશ પટેલ, શાળા ઉત્થાન કરનાર નિવૃત્ત આચાર્યશ્રી વિલ્બર્ટ રજવાડી ખૌટારામપુરા આચાર્યશ્રી પ્રકાશ ચૌધરી, ગ્રામ પંચાયત સભ્યશ્રી દાસુભાઇ વસાવા, ગામના અગ્રણીઓ વડીલ શ્રી રાજુભાઈ, રાજુભાઇ વસાવા વસંતભાઇ વસાવા ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ બનાવવામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મેહુલ ઠંઠ મહત્વ ભાગ ભજવ્યો.