ધરમપુર: એક દિવસ પહેલા વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદમાં ધરમપુરના ચિચોઝર તથા કેળવણીના ગામોમાં અનેક ઘરોના પતરા, નળિયા ઉડયાનો રીપોર્ટ ગામના સરપંચો અને તલાટી દ્વારા સ્થળની મુલાકાત કરી TDO ઓને સુપરત કરાયો હતો.
ધરમપુર તાલુકાના ચિચોઝરમાં 8 બરુમાળમાં 1 અને કેળવણીમાં 12 ઘરોના પતરા, નળીયામાં નુકસાન થયું હતું. જે મુદ્દે ધરમપુર તાલુકા ભાજપ મહામંત્રી ધનેશ ચૌધરીએ ચિચોઝર તથા કેળવણી ગામોમાં જઈ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તંત્રને આ કુદરતી આફતનો ભોગ બનેલા પરિવારોને મળવાપાત્ર સહાય માટે રજુઆત કરી હતી
આ ઘટનાને લઈને મહિલા સરપંચના પતિ ભગુભાઈએ ઓઝર ફળિયાંમાં જઈ ફોટા પાડી તલાટીને જાણ કરી હતી ત્યાર બાદ તલાટીએ સ્થળ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તલાટીએ સ્થળ પર થયેલા નુકશાનનો રીપોર્ટ તૈયાર કરી TDO ઓને આપ્યો હોવાનું સુત્રોનું કહેવું છે.