ખેરગામ: થોડા કલાકો પહેલા જ એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેની કલ્પના પણ ન કરી શકો આજરોજ ખેરગામ તાલુકાના નારણપોર ગામમાં એક પિતાએ પોતાના પુત્રને માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
જુઓ વિડીયો..
Decision Newsને સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આજરોજ ખેરગામ તાલુકાના નારણપોર ગામમાં વહેલી સવારે એક પિતાએ પોતાના પુત્ર ઘરમાં આરામથી સુઈ રહ્યો હતો ત્યારે તેના માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી હતી ખેરગામ પોલીસે પિતાની ધરપકડ કરી લીધી છે અને આ હત્યા પાછળના રહસ્યને શોધવા વધુ તપાસ હાથ ધરી છે.
હાલમાં પોલીસ પોતાના પુત્રની હત્યા કરનાર પિતાની પોલીસે અટકાયત કરી અને ઘટના વિષે આગળની પૂછપરછ હાથ ધરી છે.

