સુરત: શાળા પ્રવેશોત્સવ દરમિયાન થયેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે થયેલી માથાકૂટનાને લઈને ગતરોજ સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું (Surat aap protest rally) આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આપ દ્વારા જોરદાર વિરોધ કરતા મામલો ગરમાયો હતો.
ETV ભારત ગુજરાતીના અહેવાલ અનુસાર આ રેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા સી.આર.પાટીલ બુટલેગર ક્યાં છે અન્યે રાજ્ય ગૃહપ્રઘાન હર્ષ સંઘવી ડરપોક છે, એવા પોસ્ટરો લઈને આવ્યા હતા. ઉપરાંત ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી તેવા નારાઓ સાથે આમ આદમી પાર્ટી દ્વારા રેલી સ્ટાર્ટ કરવામાં આવી હતી
આ રેલી અઠવાગેટ વનિતા વિશ્રામથી સુરત પોલીસ કમિશ્નર સુધી રેલી કાઢવાના હતા, પરંતુ રેલી કાઢે તે પહેલા જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને કાર્યકર્તાઓની અટકાયત (Aap member arrest in surat) કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

