ધરમપુર: ચોમાસના પહેલ વરસાદમાં જ ધરમપુરના મોટીઢોલ ડુંગરી, રાજપુરી તલાટ, વિરવલ, મરઘમાળ, નાની ઢોલડુંગરી,ગામોમાં વાસ્મો દ્વારા જે જળ સે નળ યોજનાની અંતર્ગત જે લાઈનો ખોદવામાં છે એની કામગીરી અંત્યત હલકી ગુણવત્તાવાળી કામગીરી કરી, વેઠ ઉતારી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોય એવા વિડીયો બહાર આવ્યા છે
જુઓ વિડીયો..
Decision News સાથે વાત કરતા કલ્પેશ પટેલ જણાવે છે કે ધરમપુરના મારા વિસ્તારના મોટીઢોલ ડુંગરી, રાજપુરી તલાટ, વિરવલ, મરઘમાળ, નાની ઢોલડુંગરી,ગામોમાં વાસ્મો દ્વારા જે જળ સે નળ યોજનાની અંતર્ગત ખુબ બેદરકારી ભરી કામગીરી કરવામાં આવી છે અને લાખો રૂપિયા કોન્ટ્રાક્ટર દ્વારા ગપચાવી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં આ વહીવટીતંત્ર ઉઘતું રહ્યું કોઈપણ પ્રકારના પગલાના કામગીરી સુધારવામાં લેવામાં આવ્યા ન એ ભ્રષ્ટાચારી વિરુદ્ધ લેવામાં આવ્યા નહિ હવે તમે વિડીયોમાં જોઈ શકો કે કેવા દ્રશ્યો સર્જાયા છે.
તેમણે વધુમાં કહ્યું કે ફક્ત નળ અને પાઇપો દાટી દેવાથી પાણી નથી નીકળતું, જ્યાં પાઇપ લાઈન ખોદવામાં આવ્યા છે ત્યાં રસ્તા ની હાલત ખુબજ ખરાબ થઈ ગઈ છે અને લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અને મૈન રોડની બાજુમાં જે મોટા પાઇપો દાટવામાં આવ્યા છે ત્યાં પણ રસ્તાની હાલત ખુબજ ખરાબ થઈ ગઈ છે. રસ્તા પર પડેલા ખાડામાં પડવાથી એક પણ વ્યક્તિ અકસ્માતનો ભોગ બનશ તો તેનું જવાબદાર કોણ ? આગામી દિવસોમાં લોકોના હિતેને ધ્યાને રાખી કોઈ પગલા ન ભરવામાં આવ્યા તો જન આંદોલન થશે. જેની નોંધ વાસ્મોના અધિકારીઓ લેવી રહી.

