વઘઈ: આદિવાસી વિસ્તારોમાં આપઘાતના કિસ્સાઓ તે પણ યુવતીઓના વધી રહ્યા છે ત્યારે ગતરોજ વઘઇ તાલુકાની બોરપાડા ગામની મહિલાએ પ્રોટેક્ટ જંગલ વિસ્તારમાં ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની લાશ મળી આવી છે…

Decision Newsને પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ બોરપાડા ગામની રંજનબેન અશોકભાઈ બોબા બે દિવસ પૂર્વે ઘરેથી પરિવારજનોને જાણ કર્યા વગર ક્યાંક નીકળી ગયા હતા. રંજનબેન બોબા. ઉ.40એ બોરપાડા દગડીઆંબા ગામ વચ્ચે આવેલ સાદડવિહીર નામનાં પ્રોટેક્ટ જંગલ વિસ્તારમાં પતાડનાં ઝાડ સાથે કોઈક અગમ્ય કારણોસર દુપટા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવની જાણ વઘઇ પોલીસની ટીમને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. વઘઇ પોલીસની ટીમે સ્થળ પર જઈ લાશનો કબ્જો મેળવી પી.એમ માટેની તજવીજ હાથ ધરી હતી. હાલમાં વઘઇ પોલીસની ટીમે ફરીયાદી મોતિરામભાઈ કાનાતની ફરીયાદનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…