વઘઈ: આજીવિકા સુધારણા અને કૃષિ વિકાસ માટે વિસ્તરણ પ્રવૃત્તિઓના સહયોગાત્મક અભિગમો અંગેનો રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તા.૨૪/૦૬/૨૦૨૨ અને તા.૨૫/૦૬/૨૦૨૨ નાં રોજ સોસાયટી ઓફ સેકસટેન્શન એજ્યુકેશન, ગુજરાત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ નાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ડાંગનાં ખેડૂત “Best Innovative Farmers Award” આપવામાં આવ્યો હતો.

Decision Newsને મળેલી જાણકારી મુજબ આજીવિકા સુધારણા અને કૃષિ વિકાસ માટે વિસ્તરણ પ્રવૃત્તિઓના સહયોગાત્મક અભિગમો અંગેનો રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તા.૨૪/૦૬/૨૦૨૨ અને તા.૨૫/૦૬/૨૦૨૨ નાં રોજ સોસાયટી ઓફ સેકસટેન્શન એજ્યુકેશન, ગુજરાત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ નાં સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.આ રાષ્ટ્રીય કક્ષાનાં પરિસંવાદ માં વિવિધ ક્ષેત્રો માં મહત્વના યોગદાન માટે ખેડૂતો, વૈજ્ઞાનિકોને વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત એવા જયેશભાઇ કાળુભાઇ મોકાશીને વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઔષધીય પાકોની શ્રેણીમાં સફેદ મૂસળી ની ખેતી માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના માનનીય કુલપતિ ડો. ગોટિયા સાહેબ, નવસારી કૃષિ યુનિવર્સિટી ના માનનીય કુલપતિ ડો. ઝેડ.પી.પટેલ તથા આણંદ કૃષી યુનિવર્સિટી ના માનનીય કુલપતિ ડો. કથીરીયા સાહેબ ના વરદ હસ્તે “Best Innovative Farmers Award” એનાયત કરવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે આપણા ડાંગ જિલ્લાના ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) નાં માર્ગદર્શન હેઠળ સતત હરણફાળ ભરી રહ્યા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (ડાંગ) દ્વારા જિલ્લાના ખેડૂતોને કૃષિ અને બાગાયત પાકોમાં વૈજ્ઞાનિક ઢબની ખેતી પધ્ધતિ તથા ખેડૂતોનું જીવનધોરણ ઊંચું લાવવા સતત પ્રયત્નશીલ રહે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓન-ઓફ કેમ્પસ તાલીમ,અગ્રીમ હરોળ નિદર્શન, ઓન ફાર્મ ટ્રાયલ, ફિલ્ડ વિઝીટ, ક્ષેત્ર દિવસ, ડાયગ્નોસ્ટીક વિઝીટ, મેથડ ડેમોસ્ટ્રેશન, ફિલ્મ શો જેવી વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓથી ડાંગ જિલ્લાના ખેડૂતોને સતત માર્ગદદર્શિત કરવામાં આવી રહ્યા છે જેના ફળ સ્વરૂપે ખેડૂત ભાઈ પોતાની ખેતીમા નવીનતમ પ્રયોગો કરી ખેતીમા તથા અન્ય વ્યવસાય મા આગળ વધી પોતાની આજીવિકામા સુધારો કરે છે.