ધરમપુર: ગતરોજ પીપરોળ ખાતે વરસાદી દેવની પૂજા કર્યા બાદ આજરોજ ધરમપુરના મોટીઢોલ ડુંગરી ગામમાં ગામદેવી પાસે આખુ ગામ ભેગું થઈને હવન કરી પૂજા કરવામાં આવી હતી. જેથી ગામના ખુશહાલીનું વાતાવરણ બની રહે.
Decision Newsને મળેલી જાણકારી મુજબ મોટીઢોલ ડુંગરી ગામના વડીલો જણાવે છે કે વરસાદી દેવની પૂજા કરીને સારો વરસાદ, ગામમાં સુખ શાંતિ, સારી ખેતી રહે, સારો પાક થાય, ગામમાં કોઈ મુશ્કેલીના આવે જેવી માંગણી પ્રકૃતિને પ્રાર્થના કરીને આજે ગામમાં ગામદેવી પાસે આખુ ગામ ભેગું થઈને હવન કરી પૂજા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગામના આદરણીય વડીલો, માજી સરપંચશ્રી નવીનભાઈ પવાર, ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમભાઈ સભ્યશ્રી મહેન્દ્રભાઈ સભ્યશ્રી ઉમેદભાઈ, સભ્યશ્રી મગનભાઈ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી.

