નવસારી: ચોમાસાની શરૂવાત થતા જ વીજ કરંટના કિસ્સાઓ વધવા લાગ્યા છે આજરોજ નવસારીના સંદલપોર ગામમાં શેરડીના ખેતરમાં લઘુશંકા માટે ગયેલી એક 8 માસના અને એક ૨ વર્ષના બાળકની 22 વર્ષીય યુવતીનું વીજ કરંટ લાગવાથી મોત થાની ઘટના પ્રકાશમાં આવી છે

Decision Newsને મળેલી માહિતી મુજબ સંદલપોર ગામના રાકેશ દેસાઈના શેરડીના ખેતરમાં આજે સવારે  10:00 વાગ્યાની આજુબાજુ કામ માટે ગયેલી સકીના બેન લઘુ શંકા કરવા માટે બાજુમાં આવેલા આંબાના ખેતરમાં ગઈ હતી ત્યાં જીવંત વીજ તાર તૂટીને પહેલાં થી પડયો હતો. સકીના બેન એ વીજ તારના સંપર્કમાં આવતા જ તેના આખા શરીરમાં કરંટ પ્રશરી ગયો અને તેઓ ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને ગામમાં ગ્રામજનોની આંખોમાં ખુબ જ ગુસ્સો ઉતારી આવ્યો હતો કેમ કે છેલ્લા બે વર્ષથી ગામમાં વીજળીના થાંભલા જર્જરિત હાલતમાં  છે ગયા વર્ષે પણ આ વીજ અધિકારીઓની બેદરકારીના કારણે એક યુવાને જીવ ખોયો હતો અને હવે આ બીજી ઘટના છે તેમ છતાં આ DGVCL કંપની અને તેના અધિકારઓની ઉઘ ઉડી નથી હજુ કેટલાના જીવ લેશે એતો સમય જ બતાવશે એમ લોકો જણાવી રહ્યા છે.