ધરમપુર: આજરોજ બારોલીયા પ્રા.શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022 ઉજવવામાં આવ્યો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ધરમપુર તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી સુભાષભાઈ ગાંવિત તેમજ નાયબ તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.
જેમાં આંગણવાડી તેમજ ધોરણ 1 ના 22 બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ અપાયો હતો. દાતાશ્રી રમણભાઈ જાદવ દ્વારા બાળકોને દફતર, દેશી હિસાબ પેન્સિલ સેટ, દાતાશ્રી મનોજભાઈ ચૌધરી દ્વારા સ્ટીલ ટિફિન બોક્સ, દાતાશ્રી સુમિતભાઈ પટેલ દ્વારા બાળકો માટે કંપાસ તેમજ વોટરબેગ ભેટ કરાઈ તેમજ દાતાશ્રી મુકેશભાઈ ચૌધરી દ્વારા આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કિટ ભેટ આપવામાં આવી.
આ સાથે બારોલીયા પ્રા.શાળા શતાબ્દી મંડળ દ્વારા અપાયેલ ધોરણ 5 થી 8 માં સ્માર્ટ ટેલિવિઝન સેટ તમેજ દાતાશ્રી ખુશાલભાઈ પટેલ દ્વારા દાનમાં અર્પણ કરાયેલ કોમ્પ્યૂટર સેટનું મહેમાનો દ્વારા વિદ્યાર્થીર્પણ કરાયું.

