ડાંગ: વર્તમાન સમયમાં ગુજરાત રાજયની સરહદે આવેલા ડાંગ જિલ્લામા ‘શાળા પ્રવેશોત્સવ’ નિમિતે ગુજરાત રાજય ક્ક્ષાના ઉચ્ચાધિકારીઓ/વરિષ્ઠ અધિકારીઓ, તથા પદાધિકારીઓ અંતળિયાળ વિસ્તારના ગામડાઓ ખુંદી રહ્યા હોવાના ચિત્રો બહાર આવ્યા છે.
Decision Newsને ડાંગના સ્થાનિક સૂત્ર પાસેથી મળેલી વિગતો મુજબ ડાંગ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી નિલમ ચૌધરીએ, ‘શાળા પ્રવેશોત્સવ’ ના પ્રથમ દિવસે આહવા તાલુકાના મોટાચર્યા, વકાર્યા, અને કામદ ગામે ઉપસ્થિત રહી ૨૦ કુમાર અને ૧૭ કન્યાઓ મળી કુલ ૩૭ બાળકોને ધોરણ-૧ મા પ્રવેશ કરાવ્યો હતો.
જ્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપિન ગર્ગ એ, પ્રથમ દિવસે આહવા તાલુકાના પાયરઘોડી, ઈસદર, અને બોરખલ ગામે ૨૧ કુમાર અને ૧૫ કન્યાઓ મળી કુલ-૩૬ બાળકોને ધોરણ -૧ મા પ્રવેશ અપાવ્યો હતો.

