કપરાડા: 25 જૂન એટલે કાળો દિવસ.. આ દિવસે ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશભરમાં કટોકટી જાહેર કરી હતી અને અનેક નેતાઓને સરકારને સમર્થન ન અપાનારા આગેવાનોને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા એનાં અનુસંધાનમાં આજે કપરાડા તાલુકા ભાજપ દ્રારા નાનાપોંઢા ચાર રસ્તાના સર્કલ પાસે ભારે સુત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો

આ પ્રસંગે કપરાડા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ ગાંવિત વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના ઉપ પ્રમુખ અને A.p.m.c ના ચેરમેન તથા ગામ સંરપચ શ્રી મુકેશ ભાઈ પટેલ કપરાડા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી કલ્પેશભાઈ પટેલ શૈલેષ ભાઈ તુમડા કપરાડા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલ ભાઈ ભોયા મહામંત્રી શ્રી દિવ્યેશ ભાઈ રાઉત પ્રદર્શનમાં જોડાયા હતા.

આ ઉપરાંત જિલ્લા ભાજપ મહામંત્રી પ્રભાકર યાદવ એસ.ટી મોરચાના મંત્રી શ્રી દિનેશ ભાઈ હળપતિ નાશિર ભાઈ પઠાણ તથા કપરાડા તાલુકા નાં સરપંચ શ્રી ઓ ગામ પંચાયત ના સભ્યો શ્રી તથા અન્ય ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા